રાજકોટ તાલુકાના સણોસરા ગામની એક આઠ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતા રમતા પડી જતા માથે અને શરીરે ઇજા થતાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ રાજકોટ તાલુકાના સણોસરા ગામની ફલક મુસ્તુફાભાઈ શેરસીયા (ઉંમર વર્ષ 8) ગઈકાલે સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે રમતા રમતા પડી જતા માથે અને શરીરે ઇજા થતાં કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા બાદ 

રાજકોટની સદભાવના હોસ્પિટલમાં રિફર કરાવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. કુટુંબીજનોમાં શોકની લાગણી છવાઈ છે…

