મૃતક અપરણિત હતો
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે વાડી વિસ્તારમાં સુતેલા પરિવારના યુવાનને સાપ કરડી જતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રે જણાવ્યું કે, રાકેશ બાલુભાઈ મકવાણા (ઉંમર વર્ષ 25) ગઈકાલે રાત્રે તેમના પરિવાર સાથે વાડીએ સૂતો હતો.


દરમિયાન વહેલી સવારે ચાર વાગે તેને સાપ કરડી ગયો હતો. તત્કાલ તેને વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં તેનું મૃત્યુ થયું હતું. મૃતક અપરણિત હતો અને તેનો પરિવાર મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રહે છે. અહીં તે પરિવાર સાથે ખેત મજૂરી કરતો હતો…
