કોટડા નાયાણીના વૃદ્ધા બાઈક પરથી પડી જતા ઇજા
વાંકાનેર: તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીર વયની છોકરીને સાથે કામ કરતો યુવાન ભગાડી ગયાની શંકા હોવાની વાલીએ પોલીસ ફરિયાદ કરી છે…
જાણવા મળ્યા મુજબ તા.૦૨/૦૯/૨૦૨૫ ના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કારખાનામાં કામ કરતી એક સગીરા છોકરી ગણેશ ઉત્સવ પુરો થતા તમામ મજુરને સાડા ત્રણ વાગ્યે કારખાનામાંથી છોડી દિધેલ આમ છતાં છોકરી ઘરે આવેલ નહીં, પિતાને છોકરીને હાલ ગ્રામ્ય વિસ્તારના કારખાનામાં રહેતા સોનુભાઈ રામબલી નામનો યુવક લલચાવી- ફોસલાવી ભગાડી ગયાની શંકા છે.
સગીર વયની દીકરીની આજુબાજુમાં તથા સગા સબંધીઓમાં તપાસ કરતા કરાવતા હજુ સુધી પત્તો મળેલ ન હોય, પિતાએ પોલીસ ફરિયાદ કરી છે, છોકરી પોતાની સાથે અન્ય કોઇ ચીજવસ્તુ લઇ ગયેલ નથી. છોકરીની ઉંમર ૧૬ વર્ષ ૪ માસ ૧૬ દિવસ (જન્મ તા. ૧૭/૦૪/૨૦૦૯) છે, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
કોટડા નાયાણીના વૃદ્ધા બાઈક પરથી પડી જતા ઇજા
વાંકાનેરના કોટડા નાયાણી ગામના વસંતબા મહેન્દ્રસિંહ જાડેજા નામના 61 વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ગામમાં બાઈક પાછળથી પડી જતા ઈજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા…
