કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોટા ખીજડીયા ગામે યુવકનો કુવામાં પડી આપઘાત

મોટા ખીજડીયા ગામે યુવકનો કુવામાં પડી આપઘાત

માતાના ક્રિયાક્રમના ખર્ચાની ચિંતાના કારણે ભરેલ પગલું

ટંકારા: તાલુકાના મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીના પાણી ભરેલ કૂવામાં પોતાની રીતે પડી આપઘાત કરી લેતા યુવકનું મોત નીપજ્યું હતું.

મળેલ માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ મૂળજીભાઈ જગોદરાની વાડીએ રહેતા કમલસિંગ ગુમાનભાઈ અજનારે (ઉ.વ.૪૦) નામના યુવકને વતનમાં પાકું મકાન ન હોય અને તેમના માતા આશરે દોઢક માસ પહેલા

અવસાન પામેલ હોય જેના ક્રિયાક્રમના ખર્ચાની ચિંતા ના કારણે યુવક ઘરેથી નીકળી જઈ ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલા ની વાડીના પાણી ભરેલ કૂવામાં પોતાની રીતે પડી આપઘાત કરી લેતા યુવકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!