ભાયાતી જાંબુડિયા ગામે અશ્વમેઘ હોટલ પાસે બનેલો અરેરાટી ભર્યો બનાવ





વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં ઉત્તરપ્રદેશના વતની યુવાને લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અયોટા સીરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની વિનયકુમાર શિવપૂજનસિંહ કુર્મી ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર અશ્વમેઘ હોટલ પાસે લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.