પત્ની વારંવાર રિસામણે જતી રહેતી
વાંકાનેર: શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (ઉ.35) નામના યુવકને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી પત્ની વારંવાર રિસામણે જતી રહેતી હોય મનોમન લાગી આવતા જગદીશભાઈએ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
