કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બે ટ્રક વચ્ચે કચડાઈ જતા યુવાનનું મૃત્યુ

સરતાનપર રોડ ઉપર બનેલી ઘટનામાં મૂળ ટંકારાના નસીતપર રહેવાસી પરિવારના એકના એક યુવાન પુત્રનું મૃત્યુ થતા કલ્પાંત

વાંકાનેર : મોરબીમાં ફૈબાના ઘેર રહી સિરામિક ફેકટરીમાં માર્કેટિંગનું કામ કરતા મૂળ ટંકારાના નસીતપર ગામના વતની અને પરિવારના એકના એક પુત્રનું બે ટ્રક વચ્ચે બાઈક આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કામધેનું રિસોર્ટ સામે ફૈબાના ઘેર રહી સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં માર્કેટિંગનું કામ કરતા મૂળ ટંકારા તાલુકાના નસીતપર ગામના રહેવાસી

જગદીશભાઇ ઉર્ફે ઘનશ્યામભાઇ સવજીભાઇ કણસાંગરાનો પુત્ર ચિંતન જગદીશભાઇ ઉર્ફે ઘનશ્યામભાઇ કણસાગરા ઉ.23 નામનો યુવાન ગત તા.30ના રોજ પોતાનું બાઈક લઈને સરતાનપર રોડ ઉપર જતો હતો ત્યારે જી ટોપ કારખાના સામે ટ્રકની સાઈડ કાપવા જતા

બે અજાણ્યા ટ્રકની હડફેટે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ બન્ને અજાણ્યા ટ્રક ચાલકો નાસી ગયા હતા. આ અકસ્માતની ઘટના અંગે મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે મૃતક ચિંતનભાઈ એકનો એક પુત્ર હોય કણસાગરા પરિવારે પરિવારનો આધારસ્તંભ ગુમાવ્યો છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!