વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા ગામના રેલવે ફાટક પાસે પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા એક યુવાનનું મોત નીપજ્યાનો કરુણ બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ ઢુવાના અમૃત સીરામીકમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના પશ્ચિમ સિંહભૂમિ જિલ્લાના સેડલેબીન્જા કુમારડુંગી ગામના રહેવાસી મહેશ નારાયણ ગાગરાઇ ઉ.18 નામના યુવાનનું ટ્રેન હડફેટે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.