મૃતક દારૂ પીધેલી હાલતમાં હતો
રાજકોટ: વાંકાનેર રેલવે સ્ટેશન પર ટ્રેનની હડફેટે ચડી જતા દારૂના નશામાં ધુત રાજસ્થાની યુવાનનું ટુંકી સારવારમાં મોત નિપજતા રેલવે પોલીસ દોડી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ, મુળ રાજસ્થાનનો વતની અને હાલ ગોંડલ નજીક આવેલ સિધ્ધિ કંપનીમાં ગાર્ડનું કામ કરતો અનારસિંહ બનાવારી સરીયા (ઉ.વ.25) આજે વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તેને 108 મારફત અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
પરંતુ ટુંકી સારવારમાં તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતા રેલવે પોલીસે દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.માં ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુળ રાજસ્થાનનો વતની અને આઠ દિવસથી કામ અર્થે ગોંડલ આવ્યો હતો. તેમજ તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર ઇજા તેને પહોંચી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો