કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દિઘલીયા પાસે ટ્રેન હડફેટે યુવાનનું મોત

મફતીયાપરાનો શખ્સ છરી સાથે પકડાયો:

વાંકાનેર: દિઘલીયા ગામની રેલવે ફાટકથી લુણસરિયા તરફ જતી રેલવે લાઇન પર ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 30 થી 35 વર્ષીય ઉંમરના પુરુષનું મોત થયું છે, જેની લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના દિઘલીયા ગામની રેલવે ફાટકથી લુણસરિયા તરફ જતી ડાઉન રેલવે લાઈનમાં 200 મીટર આગળ પુલ નંબર 124 રેલ્વે પોલ નંબર ૬૯૧/૮/૧૦ પાસે ગઈ કાલે ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 30 થી 35 વર્ષીય ઉંમરના પુરુષનો મૃતદેહમળી આવ્યો છે, જેની લાશને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરુ કરી છે…

મફતીયાપરાનો શખ્સ છરી સાથે પકડાયો:
વાંકાનેર ગાયત્રી મંદીર સામે મફતીયાપરામાં રહેતો મુકેશભાઈ રમેશભાઈ વિકાણી (ઉ.વ.21) પોતાના કબ્જામા એક પ્લાસ્ટીકના હાથાવાળી એક સાઈડે ધારવાળી, અણી વાળી છરી હાથા સહીતની લંબાઈ આશરે ૧ ફુટની સાથે રાખી મળી આવતા જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ અધિક જિલ્લા મેજી સ્ટ્રેટ સાહેબ મોરબી જિલ્લા ના જાહેરનામા ક્રમાંક-નં-જે/એમએજી/ક.૩૭(૧) જા.નામુ/વશી-૨૭૦૯(૧)/૨૦૨૪ તા.૨૭/૦૯/૨૦૨૪નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!