વાંકાનેર: ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સીટી સ્ટેશન પાસે કાપડની ફેરી કરતા ખત્રી યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર રૂગનાથજી શેરીમાં રહેતા અને કાપડની ફેરીનો ધંધો કરતા સચિન સુરેશભાઈ પડિયા નામ (ઉ.વ. 44)ના ખત્રી યુવાન ઓખા- ભાવનગર ટ્રેનની હડફેટે ચડી જતા મૃત્યુ નીપજ્યું છે. તેઓ પરણિત હતા અને એમને એક પુત્ર છે. આમ પુત્રે પિતાની છત્રછયા ગુમાવી છે અને પરિવારમાં આક્રંદ છવાયો છે…