કશ્યપ અતુલભાઇ મહેતાનું મોત: અનંત જસવંતભાઈ ગોવાણીને ઇજા
વાંકાનેર: મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી એક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે ત્યાર બાદ ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે



બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા કશ્યપ અતુલભાઇ મહેતા (૪૧) અને અનંત જસવંતભાઈ ગોવાણી (૧૭) નામના બે યુવાનો બાઇક લઈને મોરબીના જેતપર રોડ ઉપર કામ સબબ આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોતાનું કામ પૂરું કરીને પરત મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ઓએસીસ સીરામીક સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં આ બનાવમાં કશ્યપ અતુલભાઇ મહેતાને વધુ ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અનંત જસવંતભાઈ ગોવાણીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે અને અકસ્માતના બનાવમાં ભોગ બનેલ યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ ચાલી રહી છે તેમજ અનંત જસવંતરાય ગોવાણીને વધુ સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે….
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
