લજાઈ ચોકડી નજીક કાર હડફેટે યુવાનનું મૃત્યુ, એકને ઇજા
ટંકારા: લજાઈ ગામે ઉમા હોટલની નજીક આવેલ પ્રભાત પેક ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં કામ દરમિયાન મજૂર યુવાનનો સાથળનો ભાગ મશીનમાં આવી ગયો હતો.જેથી છાતી-ગળે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યુવાનને મોરબી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત
જાહેર કર્યો હતો અને બનાવ ટંકારા પોલીસ મથકની હદમાં આવતો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાના લજાઈ ગામે ઉમા હોટલ નજીક આવેલ પ્રભાત પેક ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાના
પાસે રહીને ત્યાં જ મજૂરી કામ કરતો શિબશંકર બીજયભાઈ ટુંડા નામનો ૧૮ વર્ષનો યુવાન તા.૩૦-૫ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં યુનિટમાં મશીન ઉપર કામ કરતો હતો તે દરમિયાનમાં તેના સાથળનો ભાગ મશીનમાં આવી ગયો હતો. જેથી છાતી-ગળે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પામેલ હાલતમાં તેને
મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અહીં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક
તપાસ કરી હતી. આ બનાવ ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતો હોય આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
લજાઈ ચોકડી નજીક કાર હડફેટે યુવાનનું મૃત્યુ, એકને ઇજા
રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ નજીક ઓનેસ્ટ હોટલ પાસે અજાણ્યા કાર ચાલકે બાઈક લઈને જઈ રહેલા આનંદભાઈ દિનેશભાઇ રાઠોડ નામના યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા આનંદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાહેદ મનિષભાઈને ઇજાઓ પહોંચતા મૃતક આનંદભાઈના માતા મીનાબેન રાઠોડે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હથિયાર સાથે:
ટંકારા જીવાપરા શેરી રફીકભાઇ સંધિના મકાનમાં રહેતા સેજાદ દોસમામદ બ્લોચ પાસે નેફામાંથી છરી મળી આવતા કાર્યવાહી
દારૂ સાથે:
હીરો હોન્ડાના શો રૂમ પાછળ રહેતા ભરત ઉર્ફે લાલી વેલજીભાઇ વાઘેલા પાસેથી દેશી દારૂ મળી આવ્યો