કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનામાં ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

ઝાડા-ઉલ્ટીથી બાળકનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરી હતી. બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય અહીં આ બનાવની જાણ કરવામાં આવી છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા રેંગો સીડીયુ સવૈયા (31) નામના યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતુ ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી. બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

ઝાડા-ઉલ્ટીથી બાળકનું મૃત્યુ
વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા સગીરને ઝાડા ઉલટીની બીમારી હતી અને વધુ અસર થતા તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આસામના અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ વરમોરા યુનિટ-2 માં કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બજલ મુર્મુ અનુ.જનજાતિ ના 16 વર્ષના દીકરા બુદરાઇ બજલ મુર્મુને છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા ઉલટીની બીમારી હતી અને તેને વધુ અસર થતા તે બેભાન થઈ ગયો હતો જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

સૌ પ્રથમ અને સીધા જ સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!