જાંબુડીયા પાસેનો બનાવ
વાંકાનેર: હાઇવે ઉપર જાંબુડીયા ગામ નજીક અકસ્માત બનાવ્યો હતો, જેમાં ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો; જેથી કરીને પાછળના ટ્રકમાં આગ લાગી હતી અને તે ટ્રકમાં કોલસો ભરેલ હતો જેથી આગ વિકરાળ બની હતી. જેથી ટ્રકમાં બેઠેલ ડ્રાઇવર નીકળી ન શકતા તેની ટ્રકમાં જીવતા ભુંજાઈ જવાથી મોત નીપજયું હતું.
મોરબી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેર ઉપર જાંબુડીયા ગામ નજીક બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં આગળ જતા રાજસ્થાની ટ્રક નંબર આરજે 50 જીબી 4133 ની પાછળ ટ્રક અથડાયો હતો જે સ્થાનિક ટ્રક હતો અને નવલખી બંદરેથી કોલસો ભરીને તે ખાલી કરવા માટે જતો હતો ત્યારે જાંબુડીયા પાસે અકસ્માત બનાવ્યો હતો. ત્યારે અકસ્માતના લીધે કોલસો ભરેલ ટ્રકમાં આગ લાગી હતી જેથી કરીને તે ટ્રક આખો આગની ઝપેટમાં આવી ગયો હતો. અને તે ટ્રકના ડ્રાઈવર દેવજીભાઈ બચુભાઈ સિચણાદા (49) રહે. વાવાણિયા વાળો ટ્રકમાં જીવતો ભુંજાઈ ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું. અને હાલ ફાયર વિભાગ દ્વારા મૃતક યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે.