વાંકાનેરના રાતાવીરડા નજીકનો બનાવ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ પરપ્રાંતીય એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક લેન્ડ ક્રાફટ પેવર એલએલપી નામના નવા બનતા કારખાનામાં સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ 15 ફૂટની ઉચાઈથી નીચે પટકાતા રાજુભાઇ જેસિંગભાઈ નાયકા ઉ.34 રહે.હાલ રાતાવીરડા મૂળ રહે.ગોધરા, પંચમહાલ વાળાનું ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.