સરાયામાં મારામારી: ભુતકોટડામાં અકસ્માત
વાંકાનેરના રાતાવિરડા નજીક આવેલ વિકો સિરામિક ખાતે રહેતા અને કામ કરતાં પ્રેમચંદ રતિરામ (28) નામના યુવાનની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે…
સરાયામાં મારામારી
ટંકારા તાલુકાના સરાયા ગામે તા.૧૬ ના સાંજના છએક વાગ્યાના અરસામાં સરાયા ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સરાયાના રહેવાસી નયુમભાઈ મુસાભાઇ વિકીયા નામના ૨૪ વર્ષના યુવાનને ઈજાઓ થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી યાદી આવતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
ભુતકોટડામાં અકસ્માત
ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ ઉજરીયા (53) નામના આધેડ બાઈકમાં સાલ ઓઢીને બેઠા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાલ આવી જવાના કારણે તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…