વાંકાનેર: તાલુકાના અમરસર ગામના યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઇજા થઇ હતી




જાણવા મળ્યા મુજબ અમરસર ગામનો બાઇક લઈને જઈ રહેલ આસીફરજા સલીમભાઈ બ્લોચ (ઉ.૨૬) બાઇક સ્લીપ થતા અકસ્માત બનાવમાં મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે મોરબી લીલાપર ચોકડીથી નવાગામ જતા રસ્તેથી બાઇક લઈને જતો હતો ત્યારે કૂતરું આડુ ઉતરતા બનાવ બનેલ અને પગનું ઓપરેશન કરેલ છે હાલ તેમના પિતા સલીમભાઇ ટંકારા રહેતા હોવાની માહિતી મળેલ છે….
