ભાટિયા સોસાયટીના મહિલા બાઈક પરથી પડી ગયા
વાંકાનેર: ટંકારા તાલુકાના ના અમરાપર ગામના યુવાનને શનાળા ગામ પાસે વાહન અકસ્માતમાં ઈજા થી હતી, બીજા બનાવમાં વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા મહિલા બાઈકમાંથી પડી જતા ઇજા થઇ હતી….

જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ના અમરાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા રસુલભાઈ મીમનજીભાઈ બાદી ટંકારાથી મોરબી આવતા હતા ત્યારે શનાળા ગામ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા…

ભાટિયા સોસાયટીના મહિલા બાઈક પરથી પડી ગયા
બીજા બનાવમાં વાંકાનેરના જકાતનાકા પાસે બાઈકમાંથી પડી જતા શિલ્પાબેન કાંતિભાઈ અઘારા (ઉ.47) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેરને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા…
