બેભાન બની જતા મરણ
15 દિવસ પૂર્વે ઝેરી દવા પીધી હતી
વાંકાનેર : વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમાં રહેતા યુવાને ઝેરી દવા પી લીધા બાદ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા ત્યારે બેભાન બની જતા મરણ નીપજેલ છે…

શહેરમાં આરોગ્યનગરમાં રહેતા હરેશભાઈ કુકાભાઈ શિહોરા (ઉ.46) નામના યુવાને 15 દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધા બાદ મોરબી ખાનગી હપસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ ઘેર લાવવામાં આવ્યા હતા જે બાદ ગઈકાલે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા

સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે બેભાન બની જતા પરત વાંકાનેર લાવવામાં આવતા સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…
