વાંકિયાના વૃદ્ધા બાઈક પરથી પડી ગયા
તીથવા (ધાર) 120 લિટર આથો મળ્યો
ભીમગુડાના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
વાંકાનેર તાલુકામાં ધમલપર ચોકડી વિસ્તારમાં આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા શિવકુમાર યાદવ નામના ૪૨ વર્ષીય યુવાનને હસનપર ગામે કંઈક ઝેરી જનાવર કરડી ગયેલ હોય તેને સારવાર માટે મોરબી સીવીલે લઇ જવામાં આવ્યો હતો…
વાંકિયાના વૃદ્ધા બાઈક પરથી પડી ગયા
બીજા બનાવમાં વાંકાનેરના વાંકિયા ગામે રહેતા આસીબેન ઈબ્રાહીમભાઈ માથકીયા નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે પડી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા…
તીથવા (ધાર) 120 લિટર આથો મળ્યો
વાંકાનેર તાલુકાના તીથવા ગામે ધાર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જખાનિયાના ઘરની સામે ઝૂંપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 120 લિટર આથો તથા 9 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી 6650 ની કિંમતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી પ્રેમજીભાઈ અજુભાઈ જખાનીયા (ઉ.27) રહે, તીથવા ધાર લાલસાનગર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધાયો છે
ભીમગુડાના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
જ્યારે વાંકાનેરની જામસર ચોકડીથી ઓળ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 22 બોટલ મળી આવતા પોલીસે 3,300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રણજીતભાઈ ઉર્ફે રણો હીરાભાઈ વિજવાડીયા (23) રહે. ભીમગુડા રામજી મંદિર પાસે તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
