વાંકાનેર: તાલુકાના લુણસરિયા ગામ નજીક રેલવે ફાટક પાસેથી બાઈક લઈને પસાર થતા એક યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની રેલવે ફાટક નજીક ગઇકાલ બપોરના સમયે બાઇક લઇને પસાર થતા ૩૮ વર્ષના સલીમભાઈ વલીમામદભાઈ મુરડે (રહે. ધમલપર-૨) નું
બાઇક અચાનક સ્લીપ થઇ જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….