અરણીટીંબામાં જુગાર રમતા ચાર પકડાયા
વાંકાનેર: તાલુકાના જાલી ગામના એક યુવાનનું હેન્ડલ લોક કરેલું હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ થઇ છે અને અરણીટીંબા ગામે પ્લોટ વિસ્તારમાં રમેશભાઈ કોળીના ઘર પાસે ચોકમાં જુગાર રમતા ચારને પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ જાલી ગામના ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ મનસુખભાઈ ઈન્દરપા (ઉ.વ.૨૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે મારા દાદા વેરશીભાઈ છગનભાઈ ઈન્દરપાના નામનુ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. 
GJ-36-Q-4399 વાળું લઇ તા.૧૧/૦૭/૨૦૨૪ ના રોજ સવારના ભેરડા ગામ તરફ જવાના રસ્તે પાવરહાઉસ પાસે આવેલ કનૈયા હોટલ પાસે હેન્ડલ લોક કરીને પાર્ક કરીને ડમ્પર લઈને ભેરડા ગામના તળાવમાં માટી ભરવા માટે ગયેલ હતો અને તા.૧૨/૦૭/૨૦૨૫ ના કનૈયા હોટલે પરત આવેલ ત્યારે મોટર સાયકલ જોવામા આવેલ નહી. આજુબાજુમાં તપાસ કરતા જોવામાં આવેલ નહી, બાદમાં 
અમારી રીતે ઘરમેળે શોધખોળ કરતા મોટર સાયકલ મળી આવેલ ન હતુ. કિંમત રૂ.૪૦,૦૦૦/- વાળું કાળા કલરનું બ્લુ/લાલ કલરના પટ્ટાવાળું મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે, પોલીસ ખાતાએ ધોરણસર ફરીયાદ લખી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..
અરણીટીંબામાં જુગાર રમતા ચાર પકડાયા
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના અરણીટીંબા ગામે પ્લોટ વિસ્તારમાં રમેશભાઈ કોળીના ઘર પાસે ચોકમાં જુગારનો દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી (૨) ઘનશ્યામભાઈ રૂપાભાઈ સાંતોલા (૩) પ્રવીણભાઈ વેરશીભાઈ પરમાર અને (૪) ભાવિનભાઈ દિલીપભાઈ સાંતોલાને રોકડ રકમ સહિત કુલ રૂ. 5,740 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
