ખેતી સાથે ચા ની લારી પણ ચલાવતો હતો
રાજકોટ: વાંકાનેરના ઠીકરીયાળાના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તા.24 ની રાત્રે પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ મનવીર ધોરીયાને કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા દમ તોડી દીધો હતો.


આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળાના મનવીર બાબુભાઈ ધોરીયા (ઉંમર વર્ષ 30) તારીખ 24 ની રાત્રે 12:00 વાગ્યે પોતાની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતા પ્રથમ કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર માટે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.


બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામસીભાઈ વરુ કોન્સ્ટેબલ મહેશભાઈ જોગડા રાઇટર ભગીરથસિંહ રાણા, પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મનવીર પાંચ બહેનો અને બે ભાઈઓમાં નાનો હતો અને ખેતી સાથે ચા ની લારી પણ ચલાવતો હતો, તેને સંતાનમાં એક દીકરો છે. કયા કારણોસર આપઘાત કર્યો તેનાથી પરિવાર અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…