કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાઈક પર 'ઈંગ્લીશ' લઈને નીકળેલો કણકોટનો યુવાન પકડાયો

બાઈક પર ‘ઈંગ્લીશ’ લઈને નીકળેલો કણકોટનો યુવાન પકડાયો

અગાભી પીપળીયાના શખ્સે ઈંગ્લીશ દારૂ આપેલ

પંચાસીયાનો ડમ્પર ચાલક પાડધરા ચોકડી પાસે દંડાયો
પચ્ચીસ વારીયાનો શખ્સ કેફી પીણું પી ને બાઈક ચલાવતા પકડાયો

વાંકાનેર: સિંધાવદર રોડ પર ગાત્રાળનગર પાસે કણકોટના એક શખ્સ પાસેથી વિદેશી દારૂ મળી આવતા અને દારૂ આપનાર અગાભી પીપળીયાના શખ્સ સામે ગુન્હો નોંધાયો છે તથા કેફી પીણું પી ને બાઈક ચલાવતા પચ્ચીસ વારીયા પાસે રહેતા તથા પંચાસીયાના એક ડમ્પર ચાલક પાડધરા ચોકડી પાસે ઝડપથી ચલાવતા દંડાયા છે….

જાણવા મળ્યા મુજબ સિંધાવદર રોડ પર ગાત્રાળનગર પાસે કણકોટના મનસુખભાઈ છગનભાઈ સારદીયા (ઉ.33) પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલાવાળા હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર GJ-36-H-6861 કી.રૂ. ૨૦, ૦૦૦/- વાળા વિદેશી દારૂની 8 અને પ્લાસ્ટીકના ચપલા નંગ ૨૦ કિ રૂ.૨૦૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી કુલ રૂપીયા ૨૨,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી તેમજ પકડાયેલ વિદેશી દારૂ આપનાર યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે, અગાભી પીપળીયા સ્થળ પર હાજર નહી મળી આવી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ પોલીસ ખાતાએ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પોસ્ટેના અનાર્મ પો.કોન્સ સામતભાઈ રાયધનભાઈ છુછીયા તથા એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતીવાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

કેફી પીણું પી ને બાઈક ચલાવતા
રાહુલભાઈ રાજુભાઈ નવાપરીયા (ઉ.33) રહે.પચ્ચીસ વારીયા પાસે રાજાવડલા રોડ, વાંકાનેર વાળા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી નંબGJ-36-AD-3784, કી.રૂ.૧૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર સિંધાવદર પાણીના સંપ પાસેથી સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયો છે….પંચાસીયાનો ડમ્પર ચાલક દંડાયો
પંચાસીયાના સંજયભાઈ મેરૂભાઇ દેકાવડીયા (ઉ.26) પોતાના હવાલાવાળુ ટાટા કંપનીનુ ડમ્પર ટ્રક રજી, નં. જીજે ૧૩ એએક્સ ૯૬૪૭ વાળુ પાડધરા ચોકડી પાસે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજા માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી નીકળી મળી આવતા ગુન્હો ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલ૨૮૧ તથા એમ.વી. એક્ટ કલ૧૭૭, ૧૮૪ મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!