ઢુવા નજીક સિરામિક ફેકટરીનો બનાવ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે ફ્યુઝ બદલતી વેળાએ વીજ શોક લાગતા ખખાણા ગામના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા વનરાજભાઈ ખોડાભાઈ વનાણી (ઉ.28) નામના યુવાનને ગઈકાલે બપોરના સમયે ઢુવા નજીક આવેલ સ્કોવેટ સિરામિક ફેકટરીમાં ફ્યુઝ બદલતી વેળાએ જોરદાર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…