લજાઈના શખ્સોને એમ્બ્યુલન્સ હડકેટે અકસ્માતમાં ઇજા
વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી….
જાણવા મળ્યા મુજબ કોટડા નાયાણી ગામે રહેતા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ- મોરબી લઇ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી…
લજાઈના શખ્સોને એમ્બ્યુલન્સ હડકેટે અકસ્માતમાં ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે આવેલ ઉમા સંસ્કારધામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇકમાં ડબલ સવારીમાં જઈ રહેલા પ્રવીણભાઈ માલાભાઈ મકવાણા (ઉંમર ૫૫) અને શક્તિ દિનેશભાઈ મકવાણા (ઉંમર ૧૩) રહે. બંને લજાઈ તા.ટંકારા વાળાઓને એમ્બ્યુલન્સ હડકેટે ઇજા થઈ હતી.જેથી કરીને બંને ઈજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી…