કાર ચાલકે મોટર સાયકલ સાથે કાર ભટકાડેલ
લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી કોઠી ઘરે આવવા નીકળેલ
વાંકાનેર: કોઠી ગામે રહેતો યુવાન લાકડધાર ગામની સીમમાં આવેલ કારખાનામાંથી મોટર સાયકલ લઇ કોઠી ઘરે આવવા નીકળેલ ત્યારે યજ્ઞપુરુષનગરના બોર્ડ (ગારિયા) પાસે એક ફોર વ્હીલ કાર મોટર સાયકલ સાથે ભટકાડેલ જેથી તેમને ઇજા થઇ હતી….
જાણવા મળ્યા મુજબ કોઠી ગામે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મોહમદમુજીબભાઈ નજરૂદીનભાઇ શેરસીયા (ઉ.વ.૨૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજ હું લાકડધાર ગામની સીમમાં આવેલ આઇજેક સેનેટરીવેર કારખાનામાં કામ કરી સાંજના મોટર સાયકલ રજી નંબર GJ-36-AH-8096 વાળુ લઇ 
કોઠી ઘરે આવવા માટે નીકળેલ અને સાંજના સાડા પાંચ છ વાગ્યાના અરસામાં વાંકાનેરથી ચોટીલા તરફ જતા યજ્ઞપુરુષનગરના બોર્ડ પાસે આવેલ ઝીબ્રા ક્રોસિંગ રોડની કટમાંથી એક ફોર વ્હીલ કાર રજી નંબર GJ-03-PD-9271 મારી સાઇડમાં આવી મારા મોટર સાયકલ સાથે ભટકાડેલ જેથી હું મોટર સાયકલ સહીત 
રોડ પર પડી ગયેલ અને મેં આ અકસ્માતની જાણ ફોનથી મારા પરીવારને કરતા મારા પિતા તથા મારા મોટા બાપુ હુશેનભાઈ હાજીભાઈ ત્યાં પહોંચી ગયેલ અને મારા ગામના પશુ ડોકટર મુસ્તાકભાઇ ઉસ્માનભાઈ ત્યાંથી નીકળેલ, જેમણે તેની ફોરવ્હીલ કારમાં બેસાડી મને વાંકાનેર પીર મસાયખી હોસ્પીટલ ખાતે સારવારમાં લાવેલ હતા ડોકટરશ્રીએ જણાવેલ કે જમણા પગના નળાના ભાગે 
ફેકચર થયેલ છે. તેમજ પગની પેની તથા ઘૂંટીના ભાગે ઇજા થયેલ છે અને તા.૦૪/૦૭/૨૦૨૫ ના સારવારમાંથી રજા આપેલ હતી અમારે આ ફોર વ્હીલ કાર ચાલક સાથે સમાધાનની વાતચીત ચાલુ હોય અને સમાધાન ન થતા હું તથા મારા પિતા તથા મારા કુટુમ્બીકભાઇ ઝુબેરભાઇ ઇસ્માઇલભાઈ શેરસીયા સાથે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ છું પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ. કલમ-281, 125 તથા એમ.વી. એક્ટ કલમ 177- 184 મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
