વાંકાનેર: તાલુકાના કોઠી ગામે રહેતો યુવાન સાયકલ પરથી પડી જતા સારવારમાં લઇ ગયા છે…
જાણવા મળ્યા મુજબ કોઠી ગામે રહેતો નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી…