વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હતો ત્યારે શ્વાસ ચડ્યો હતો અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું…
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના કુંભારપરા શેરી નં-5 માં રહેતા દીપકભાઈ બાબુભાઈ વાઘેલા (43) પોતે પોતાના ઘરે હતા ત્યારે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં તેઓને ઘરે શ્વાસ ચડવા લાગ્યો હતો અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે….