વાંકાનેરના લક્ષ્મીપરાના એક યુવાનને મોરબી ખાતે અકસ્માતમાં ઇજા થયાનું જાણવા મળેલ છે….
મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં વાંકાનેર લક્ષ્મીપરામાં રહેતા
અમીષભાઈ અમરેલીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેની નોંધ થતા પોલીસ સ્ટાફના એચ.એમ.મકવાણા દ્વારા તપાસ કરવામાં આવી છે….