સવા મહિના પહેલા અકસ્માત થયેલ
વાંકાનેર : તાલુકાના મેસરિયા ગામે રહેતા એક યુવાનનું સવા મહિના પહેલા થયેલા અકસ્માતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું..


જાણવા મળ્યા મુજબ મેસરિયા ગામે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઈ સાકળિયા (ઉ.34) નામના યુવાનનું બાઈક ગત તા.3 એપ્રિલના રોજ સ્લીપ થયા બાદ તબિયત સારી થતા પોતાના ઘેર જતા રહ્યા હતા જે બાદ તા. 10 ના રોજ તબિયત લથડતા બેભાન બની જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

