વિનોદભાઈ નાગવાડીયાને બે શખ્સોએ લાકડીઓ મારી
વાંકાનેર: મિલ પ્લોટમાં અગાઉ થયેલ સમાધાન નહીં ગમતા અન્યો ચાર જણા સાથેના ઝઘડામાં છરી માર્યાનો બનાવ બનેલ હતો ત્યારે વધુ એક બનાવમાં મિલ પ્લોટના જ યુવાનને અજાણ્યા માણસોએ ઝઘડો કરીને છરી મારી હતી અન્ય બનાવમાં બીજો એક યુવાન પોતાના ઘર પાસે હતો, ત્યારે આરોપીઓએ ઝઘડો કરી લાકડી વડે માર મારવાનો બનાવ બન્યો હતો….


જાણવા મળ્યા મુજબ મિલ પ્લોટ વાંકાનેરના સાગરભાઇ ભુપતભાઈ ધોળકિયા (ઉંમર વર્ષ 24) તારીખ 17 ના રાત્રે 9:00 વાગ્યે વાંકાનેર વીસીપરામાં હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ ઝઘડો કરીને છરી વડે માર મારતા પેટના ભાગે આંખના ભાગે શરીને ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો….

અન્ય બનાવમાં વાંકાનેરના વિનોદભાઈ દલપતભાઈ નાગવાડીયા (ઉંમર વર્ષ 42) તારીખ 17 ના સાંજે પાંચ વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે હતા ત્યારે ભાવેશ અને દેવજીએ નામના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો…
