છરી સાથે મળી આવતા બે શખ્સો સામે કાર્યવાહી
ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો રાહુલ ભવનભાઈ વાઘેલા (22) નામનો યુવાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેના ભાગમાં ઊભેલ હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડકેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં…




યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…



ટંકારામાં કલ્યાણપર રોડ અશાબાપીરની દરગાહ પાસે રહેતા અમજદ હુસેનભાઇ બ્લોચ (ઉ.વ.32) જાહેરમાં પોતાના પેન્ટના નેફામા એક પ્લાસ્ટીકના કાળા કલરના હાથા વાળી સ્ટીલની ધારદાર છરી જેની કિંમત રૂપીયા ૧૦ ની રાખી મ્હેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી નાઓનો હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા ગુન્હો જી પી એકટ કલમ ૩૭(૧) ૧૩૫ મુજબ નોંધાયો છે. આવી બીજી ફરિયાદ હીરાપરના પાટિયા પાસેથી મોરબીમાં વિસીપરામાં રહેતા સિકંદર હારૂનભાઇ મોવર સામે પણ થઇ છે…