લેબર કવાટર્સમાં યુવાનનો ગળેફાંસો
વાંકાનેર: અહીં નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા એક યુવાનને કારખાનામાં કામ કરતા ઇજા થઇ છે જયારે બીજા બનાવમાં રાતાવીરડા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા યુવાને ગળેફાંસો ખાધો છે….
જાણવા મળ્યા મુજબ નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા ચેતનભાઈ રમેશભાઈ સાદરીયા નામનો ૨૯ વર્ષનો યુવાન બંધુનગર ગામે આવેલ સીતારામ પેકેજીંગમાં કામ કરતો હતો. તે દરમિયાન તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો…
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કેપટાઈલ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા લાલા કુમાર તાસવાન (ઉ.20) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…