કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નવાપરાના યુવાને ચોટીલામાં ગળે ફાંસો ખાધો

વૈભવી જીવન જીવતા યુવાનના આપઘાતનું કારણ અકબંધ

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં ગઈ કાલે વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવાપરામાં રહેતો 24 વર્ષનો યુવાન કાનજીભાઈ પ્રેમજીભાઇએ બુધવારના ચોટીલા હાઇવે ઉપર આવેલ આકાશ પેલેસ ગેસ્ટ હાઉસનાં રૂમમાં ઉતર્યા હતા, જે ગુરૂવારનાં બપોર સુધી રૂમ બહાર ન નિકળતા સંચાલકને અજુગતું લાગતા પોલીસને જાણ કરતા પોલીસે બીજી ચાવી વળે રૂમ ખોલતા યુવાન પંખા સાથે લટકતી હાલતમાં મૃત્યું પામેલ હાલતમાં મળી આવતા લાશને ઉતારી પીએમ માટે ખસેડવામાં આવેલ હતી.

મરણ જનારના પરિવારજનોએ આત્મહત્યા અંગે કોઇ જ કારણ ન હોવાનું જણાવ્યું છે પોલીસે પ્રાથમિક તપાસમાં યુવાન સામાન્ય પગારમાં મોબાઇલ શોપમાં નોકરી કરતો પરંતું મોંઘા મોબાઇલ ફોન સહિતની વૈભવી લાઇફ સ્ટાઇલ હોવાનું જણાવ્યું છે. તેમજ આત્મહત્યા અંગે એડી દાખલ ગેસ્ટ હાઉસ તેમજ પરિવારજનો ને આત્મહત્યા અંગે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!