વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રહીશ મોહંમદકૈફ શેરસીયાએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 100 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો…
ગુજરાત સરકાર દ્વારા નડિયાદ ખાતે આયોજીત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં 100 મીટર દોડ સ્પર્ધામાં હાલ ગાંધીનગરના સાદરા ગામે આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના શેરસીયા મોહમ્મદકૈફ મુસ્તાકભાઈએ સિલ્વર મેડલ મેળવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. કમલ સુવાસ તરફથી અભિનંદન !