કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં મારામારીમાં ઇજા

રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં મારામારીમાં ઇજા

લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવ્યો

હરબટીયાળી ગામ પાસે મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીમાં માથામાં ઈજા થઈ હતી બીજા બનાવમાં લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થતા ઈજા થઇ હતી, ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી..

વાંકાનેર: તાલુકાના રાજગઢ ગામે રહેતા હાર્દિકભાઈ રઘુભાઈ જિંજવાડીયા (ઉ.19) નામના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીના બનાવમાં માથામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતીલુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવ્યો
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા શંકરભાઈ છગનભાઈ વસિયાણી (ઉ.63) નામના વૃદ્ધ બાઈક લઈને ગામમાં આવેલ જીન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતીહરબટીયાળી ગામ પાસે મારામારીમાં ઇજા
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે નરેશભાઈ દેવાભાઈ ઝાલા (ઉ.40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના રહેવાસી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!