ગાયત્રી મંદિર પાછળના ભાગે જંગલ વિસ્તારમાં જઈ પગલું ભર્યું
વાંકાનેર: અહીંના રણજીતપરા ખાતે રહેતા એક યુવાને કોઈ કારણોસર દવા પી ગયા હતા. જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના ડી.એ.જાડેજાએ તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી…



જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રણજીતપરા ખાતે રહેતા હરેશભાઈ કુકાભાઈ સિહોરા નામના ૪૬ વર્ષીય યુવાન વાંકાનેરના ગાયત્રી મંદિર પાછળના ભાગે જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર દવા પી ગયા હતા. જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના ડી.એ. જાડેજાએ તપાસ કરી હતી અને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી, તેવું જાણવા મળેલ છે….

