કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાતીદેવડીના યુવાનનું અકસ્માતમાં મોત: એકની ઇજા

માથા અને શરીર ઉપરથી ડમ્પર ફરી ગયું: ચગદાઈ ગયા

વાંકાનેરના રાતીદેવડી ગામેથી બે યુવાનો ડબલ સવારી બાઈકમાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટ્રકના કારણે વાહન ચાલકો પોતાના વાહન ઊભા રાખીને ઉભા હતા દરમિયાન પાછળથી આવેલ ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકર મારી હતી જેથી તે બાઈક આગળ જતી કાર સાથે અથડાયું હતું અને ત્યારબાદ બંને યુવાનો બાઇક ઉપરથી રસ્તા ઉપર પટકાતા એકને ઇજાઓ થઈ હતી જ્યારે બીજા યુવાનને શરીર ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી જતા માથું અને શરીર ચગડાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતુંમળેલ માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (48) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 31 ટી 4553 અને ડમ્પર નંબર જીજે 12 એટી 9670 ના ચાલકો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધૂનગર ક્લબ હાઉસ હોટલની સામેના ભાગમાંથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે નેશનલ હાઈવે રોડ ઉપર બંધુનગર ક્લબ હાઉસ હોટલની સામે આવેલ કટ પાસેથી મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રોંગ સાઈડમાં પોતાનો ટ્રક ચડાવ્યો હતો…જેથી સામેનો રસ્તો બંધ થઈ જતા ફરિયાદીએ તેઓનું બાઈક નંબર જીજે 3 સીજી 7784 ઉભું રાખ્યું હતું અને અન્ય વાહન ચાલકોએ પણ પોતાના વાહનોને બ્રેક કરીને ઉભા હતા દરમ્યાન ડમ્પર નંબર જીજે 12 એટી 9670 ના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીનેફરિયાદીના બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને બાઈક ઉપર બેઠેલા ફરિયાદી તથા દિનેશભાઈ લાલજીભાઈ વોરા (40) બંને બાઇક સહિત આગળ જતી કારની પાછળના ભાગમાં અથડાયા હતા અને ત્યારે ફરિયાદીને જમણા હાથ, જમણા પગ તથા ઢીંચણના ભાગે ઇજાઓ થઈ હતી…દિનેશભાઈ વોરા રસ્તા ઉપર નીચે પટકાતા આરોપીનું ડમ્પર તેના માથા અને શરીર ઉપરથી ફરી ગયું હતું જેથી ડમ્પર નીચે ચગદાઈ જવાના કારણે દિનેશભાઈ વોરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બંને વાહનચાલકો અકસ્માત સર્જીને પોતાના વાહનો રેઢા મૂકીને નાસી ગયા હતા જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક અને ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!