વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ છે.

બનાવની મળેલ માહિતી મુજબ શેખરડીના જયદીપ ખોડાભાઈ વાટુકિયા (ઉ.વ.૧૯) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી

જેથી કરીને તે યુવાન બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ

આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા તજવીજ કરેલ છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
