વાંકાનેર: સીંધાવદર વડાલના નાલા પાસે રાજકોટ રોડ પર સીએનજી રીક્ષા અને હીરો સ્લેન્ડર પ્લસ વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાનનું મરણ નીપજેલ છે….
જાણવા મળ્યા મુજબ સીંધાવદરના સફાઇ કામ કરતા હીતેશભાઈ નાથાભાઇ રાઠોડ (ઉ.વ-૨૫) ફરીયાદ કરેલ છે કે ફરિયાદી, તેમના પત્નિ મીનાબેન તથા મમ્મી ફરિયાદીના સસરાના ઘરે બેસતા વર્ષના રામરામ કરવા રાજકોટ ખાતે ગયેલ હતા ત્યારે રાતના આઠેક વાગ્યે ફોન આવેલ કે ગાત્રાળનગર (સીંધાવદર) પાસે આવેલ વડાલના નાલા પાસે તમારા ભાઈનુ રીક્ષા સાથે એક્સીડન્ટ થયેલ છે અને તેને માથામાં
ઇજા થયેલ છે અને ફેલ થઈ ગયેલ છે. એમ વાત કરતા મે આ ભાઇને મારા ભાઈને ૧૦૮ માં ફોન કરી દવાખાને પહોંચાડવા વાત કરી મારા કાકાના દીકરા મહેશભાઇ કેશુભાઈ રાઠોડને ફોન કરેલ અને બનાવની વાત કરી અને ત્યાં જવા જણાવેલ અને પોતે તથા તેમના બનેવી દશરથભાઈ, સસરા રમેશભાઇ મોટર સાઇકલ લઇ વાંકાનેર સરકારી દવાખાને જતા હતા દરમ્યાન ગાત્રાળ નગર (સીંધાવદર) પાસે આવેલ
વડાલના નાલા પાસે ભાઇનુ સીંધાવદર તરફ જવાના રોડ ઉપર સાઇડમાં હીરો સ્લેન્ડર પ્લસ મો.સા રજી.નં-GJ-36-AK-09780978 – પડેલ હતું. તેના મોરામાં તથા જમણી સાઇડમાં નુકશાન થયેલ હતું અને ત્યાં બાજુમાં એક લીલા કલરની સી.એન.જી. બજાજ મેક્ષીમાં લોડીંગ રીક્ષા રજી.નં-GJ-36-W-1494 વાળી પડેલ હતી. તેની પણ જમણી સાઇડમાં નુકશાન થયેલ હતું બાદ અમો ત્યાંથી વાંકાનેર સરકારી
દવાખાને જતા ત્યાં મારા કાકાનો દીકરો મહેશ હાજર હતો અને મારા ભાઈની લાશને પી.એમ રૂમમા રાખેલ હતી. પોલીસખાતાએ બી એન એસ કલમ ૨૮૧ ૧૦૬ ૧ ૧૨૫ બી તથા એમ.વી.એકટ ૧૭૭ ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…