રાતીદેવળી અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી ગયા
મારામારીમાં મહિલાને ઇજા
વાંકાનેર: નાના જડેશ્વર અને સજનપર વચ્ચે બે બાઈક સામસામા ટકરાતા બે યુવાનને ઇજા થઇ હતી, જયારે રાતીદેવળી પાસે અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી જતા ત્રણને અને મારામારીમાં મહિલાને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા હતા….

જાણવા મળ્યા મુજબ નાના જડેશ્વર અને સજનપર વચ્ચે બે બાઈક સામસામે ટકારાતા સુખરામ બાલાભાઈ બારૈયા (ઉ.33) (રહે. નવાગામ મોરબી) અને પીન્ટુ દેવજી બારૈયા (ઉ.25) રહે. તીથવા તા: વાંકાનેરને સારવારમાં મોરબી લઇ જવાયા હતા.

બીજા બનાવમાં રાતીદેવળી ગામ પાસે બાઈકમાંથી નીચે પડી જતા પલ્લવીબેન અનીલકુમાર શાસ્ત્રી રહે. ચોટીલા વાળાને ઈજા થતા મોરબી દવાખાને લઇ જવાયા હતા. ત્રીજા બનાવમાં જડેશ્વરના ઢાળ પાસે 

બાઈકમાંથી પડી જતા ગોવિંદભાઈ કુંવરજીભાઈ કંઝારીયા (ઉ.55) અને શાંતાબેન ગોવિંદભાઈ (ઉ.52) રહે. શનાળા (વાડી વિસ્તાર)ને સારવારમાં લઈ જવાયા હતા. ચોથા બનાવમાં વાંકાનેરના રહેવાસી સબાનાબેન દિલીપભાઈ શેરસીયા (ઉ.41) નામની મહિલાને રફાળેશ્વર ખોડીયાર મંદિર પાસે મારામારીમાં ઈજા થતા મોરબી સિવિલે લઇ જવાયા હતા…
