વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સિબેલા સીરામીક કારખાનામાંથી એક યુવક ગુમ થવાની ઘટના બની છે. આ અંગે કારખાનામાં મજૂરી કામ કરતા અરજદાર માનસિંહ ચંદુસિંહ મકવાણાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

અરજદારના જણાવ્યા મુજબ, તેમના ગામના મહેન્દ્રકુમાર સજાજી ખાંટ (ઉં. વ. 29 વર્ષ, મૂળ રહે. નાની ડેમાઈ, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા) જે હાલ સિબેલા સીરામીક કારખાનામાં રહે છે, તે ગત તારીખ 05/10/2025 ના રોજ રાત્રે આશરે સાડા નવેક વાગ્યે કોઈને પણ જાણ કર્યા વગર કારખાનામાંથી ક્યાંક ચાલ્યા ગયા છે…


ગુમ થયેલા મહેન્દ્રકુમારની તેમના ગામ, કારખાનાના વિસ્તાર, વાંકાનેર સીટીના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને અન્ય સોસાયટી વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. અરજદારના મતે, મહેન્દ્રકુમાર પોતાની સાથે કોઈ રોકડ રકમ કે અન્ય કિંમતી ચીજવસ્તુ લઈ ગયા નથી. તેથી કોઈને આ યુવક જોવા મળે તો જાણ કરવા યાદીમાં જણાવાયું છે…