કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

નવા વઘાસિયામાં એક યુવાને ખાધો ગળાફાંસો

ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા સારવારમાં મોત

વાંકાનેર: તાલુકાના નવા વઘાસિયા ગામે એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવોની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર નજીકના નવા વઘાસિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા તુલસીભાઈ દલપતભાઈ પરમાર (ઉ.33) નામના યુવાને કોઇ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા સારવારમાં મોત
વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ ઉપર મોટો સિરામિક નજીક એમપી – 37-ઝેડઈ – 6412 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ બિહારના વતની અને હાલમાં નીચી માંડલ ગામે કયું સેવન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા

જગદીશભાઈ સહદેવભાઈ ઋષીને જીજે – 39 – ટી – 1603 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના પત્ની સંજુબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!