મિતાણા ગામ પાસેથી ઇકોનું ટાયર ફાટ્યું: ધ્રુવનગર નજીક અકસ્માત મહિલા સારવારમાં
વાંકાનેર: મળેલ સમાચાર મુજબ તાલુકાના રાતીદેવરી ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈ ગયા છે…
તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મહોમદઈરફાનભાઈ ઇસ્માઈલભાઈ (ઉ. 42) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર સિટી પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી છે. દવા પીનાર માથકીયા હોવાનું જાણવા મળેલ છે, અટક બાબતે પુષ્ટિ થઇ શકી નથી…
મિતાણા ગામ પાસેથી ઇકોનું ટાયર ફાટ્યું
ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસેથી ઇકો ગાડી પસાર કરી હતી ત્યારે તે ગાડીનું ટાયર ફાટતાં ઇકો ગાડી થાંભલા સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં પ્રવીણભાઈ લાલજીભાઈ રાઠોડ (40) રહે. પરઘડીયા રાજકોટ અને દેવેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમાર (28) રહે. હરીપર ટંકારા વાળાની ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ધ્રુવનગર નજીક અકસ્માત મહિલા સારવારમાં
રાજકોટમાં રહેતા ક્રિષ્નાબેન શક્તિદાન ગઢવી (50) નામના આધેડ મહિલાને ધ્રુવનગર નજીક મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે…