રાજકોટ: વાંકાનેરમાં રહેતાં અને રફાળીયા ખાતે જેટકોના પાવર હાઉસ ખાતે હેલ્પર તરીકે નોકરી કરતાં યુવાને યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.



જાણવા મળ્યા મુજબ વાંકાનેર રોયલ પાર્ક સોસાયટીમાં નવા બસ સ્ટેશન પાસે રહેતાં નિરંજન હિમતલાલ સોલંકી (ઉ.વ.૨૬) નામના યુવાને પોતે રફાળીયામાં જેટકોના પાવર હાઉસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર હેલ્પર તરીકે નોકરી કરતો હોઇ અહિ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં નાનો તથા અપરિણીત હતો. પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છે.