કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મહિકા પાસે કણકોટના બાઈક સવાર યુવાનને હેમરેજ

બે જણાને ઇજા

વાંકાનેર: મહીકા પાસે ડબ્બલ સવાર બાઇકને એક કારે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ છે….

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા અશદુલ્લાહાસમી મોહમદહુસેન શેરસીયા (34)એ કાર નંબર જીજે 12 એફએ 1562 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મહીકા ગામ પાસે

આવેલ યકીન મોટર્સ ગેરેજ સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 4203 લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ડબલ સવારી બાઈકમાં સાહેદ શાહિદખાન પણ બેઠેલ હોય તેઓના આ ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો

બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીને ખભાના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી તથા માથાના પાછળના ભાગે ઇજા થઈ હતી અને શાહિદખાનને જમણા પગની ઘૂંટીમાં ફેક્ચર અને માથામાં હેમરેજ થયેલ છે જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!