વાંકાનેર: આજના સમયમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના હસનપર ગામે ગઈકાલે કામ ઉપરથી ઘેર જમવા આવેલ એક યુવકનું હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજયું હતું



જાણવા મળ્યા મુજબ હસનપર ગામે ગઈકાલે કામ ઉપરથી ઘેર જમવા આવેલ નવીનચંદ્ર ચનાભાઈ દાદરેચા (ઉ.45) નામનો યુવક બપોરે ઘર પાસે ઉભો હતો ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
