વાંકાનેર: ભેરડાના એક યુવકને લાકડધાર રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, જેની સગાઈ દેરાળાના છોકરા સાથે થતા પ્રેમ સંબંધ હોવાની જાણ સગાઈ કરેલ છોકરાને કરતા પ્રેમીને માર પડયાનો બનાવ બન્યો છે…ઢુવા કારખાનામાં મજુરી કામ કરતા ભેરડાના કિશનભાઈ જાદુભાઈ સાબરીયા જાતે-કોળી (ઉ.વ.૨૨) ફરીયાદમાં લખાવેલ છે કે પોતે ત્રણ ભાઇઓમાં સૌથી નાનો છે. આ બનાવનુ કારણ એ છે કે ફરિયાદીને લાકડધાર ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જેની સગાઈ પાંચેક
માસ પહેલા દેરાળા ગામના પરબત ભોપાના છોકરા અજય સાથે થતા અજયને ત્રણેક માસ પહેલા પ્રેમ સંબંધની વાત કરતા અજયે આ વાત તેના પિતાને કરતા તેને સારું નહિ લાગતા તેનો ખાર રાખી માર મારતા કપાળના ભાગે ઇજા થતા ત્રણ ટાંકા આવેલ છે. ગઈ
તા-૦૫/૦૭/૨૦૨૪ ના રાતના દશેક વાગ્યે બાજુના દેરાળા ગામે રામા મંડળ રમાતુ હોય ફરિયાદી જોવા માટે ગયેલ હતો, આ વખતે ત્યાં તેનો મિત્ર લાલજીભાઈ ધિરાભાઈ રહે. દેરાળા વાળો પણ હતો. રામ મંડળ જોતા હતા, ત્યાં દેરાળા ગામના જ પરબત ભોપા ધરજીયા તથા
સંજય રસાભાઈ ધરજીયા આવેલ અને કાંઠલો પકડી નિચે ઉતારી આંબલીવાળી શેરીમાં આશરે ૨૦૦ મીટર દુર લઈ ગયેલ, જ્યાં હાજર સવા ભોપા તથા રામજી ટપુ ધરજીયાએ જેમ ફાવે તેમ આડેધડ લાકડીઓનો માર મારેલ, દેકારો થતા શેરીમાં ધણા માણસો ભેગા થઈ ગયેલ, જેમાં
શેરીમાં ફરિયાદીના સંબંધી મંજુબેન તથા તેના પતિ ચતુરભાઈ આવી ગયેલ, જીભની માનેલી બેન ભારતીબેન ગગજીભાઈ પણ આવી જતા ઇજાગ્રસ્તને તેના ઘરે લઈ ગયેલ. આ દરમ્યાન કિશને તેના ભાઈ નિતેશને ફોન કરતા ભેરડા ગામેથી ફરિયાદીના ભાઈ નિતેશ તથા
આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

હિતેશભાઈ તથા રમેશભાઈ મોહનભાઈ આવી ગયેલ. ૧૦૮ આવતા પ્રથમ વાંકાનેર સરકારી દવાખાને અને પછી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ, દવાખાનેથી રજા આપતા વાંકાનેર આવતા ફરી ઉલટી થવા લાગતા વાંકાનેર પીર મશાયખ હોસ્પીટલમાં દાખલ થયેલ છે